ગુજરાતની 18 નારી શક્તિઓનું અભિવાદન : 'નારાયણી નમોસ્તુતે'
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિવિધ ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની 18 નારીશક્તિને ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરીને નારાયણી નમોસ્તુતે કાર્યક્રમમાં અભિવાદન કર્યું હતું.
જે 18 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમાં નીચેનાઓનો સમાવેશ થાય છે
- ભાવિના પટેલ : ટોક્યો પેરાલિમ્પિક માં ટેબલ ટેનિસ રમત માં સિલ્વર મેડલ વિજેતા
- શ્વેતા પરમાર : ગુજરાતના પ્રથમ અને ભારતના ચોથા સ્કાય ડાઈવર
- મૈત્રી પટેલ : 19 વર્ષની નાની વયે કમર્શિયલ પાયલોટ બનનાર
- પાબીબેન રબારી : કચ્છી મહિલા એન્ટરપ્રિન્યોર
- ડો. ધરા કાપડિયા : મેંગો સ્વીટ શોપના સ્થાપક મહિલા એન્ટરપ્રિન્યોર
- પ્રેમીલાબેન તડવી : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિલા સ્વસહાય જૂથના પ્રમુખ
- મિત્તલ પટેલ : વિચરતી વિમુક્ત જાતિના ઉત્કર્ષ માટે સામાજિક કાર્યકર
- હીનાબેન વેલાણી : કોરોના દરમ્યાન મૃત્યુ પામનાર દર્દીઓની અંતિમ વિધિ કરનાર
- દુરૈયા તપિયા : કોરોના કાળમાં ટ્રક દ્વારા ગામડાઓમાં માસ્ક અને સેનેટાઈઝર નું વિતરણ કરનાર
- શોભના સપન શાહ : દિવ્યાંગ સામાજિક કાર્યકર
- રસીલાબેન પંડ્યા : સામાજિક કાર્યકર
- અદિતિ રાવલ : આરજે અને યુટ્યુબર
- ડોક્ટર નીલમ તડવી : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેડિયો જોકી
- સ્તુતિ કારાણી : સંગીત કલાકાર
- માનસી કારાણી : ભારતનાટ્યમના કલાકાર
- પાર્મીબેન દેસાઈ : લેખિકા અને એન્કર
- ભારતીબેન રામદેવ ખુટી : પ્રગતિશીલ ખેડૂત
- દેમા બેન ચૌધરી : રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારથી સન્માનિત