ગુજરાત બજેટ વર્ષ 2022-23
નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇના અંદાજપત્ર પ્રવચનના પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ
- કોના દ્વારા અંદાજપત્ર 2022-23 પર પ્રવચન અપાયું? - નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ
- કઈ જગ્યા પર પ્રવચન અપાયું? - ગુજરાત વિધાનસભા ગૃહ, ગાંધીનગર.
- કઈ તારીખે ગુજરાતનું બજેટ રજૂ થયું? - ૩જી માર્ચ 2022
- કોને ઉદ્દેશીને પ્રવચન અપાયું? - માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? - નીમાબેન આચાર્ય, (તેઓ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. બંધારણના અનુચ્છેદ 178 મુજબ રાજ્યની વિધાનસભાએ જેમ બને તેમ જલ્દી થી વિધાનસભા ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચુટી કાઢવાના હોય છે. જ્યારે કેન્દ્રની લોકસભા માટે આ સમાન જોગવાઈ અનુચ્છેદ 93 મા છે.
- ગુજરાત બજેટ સ્પીચ મુજબ એટલે કે ૩જી માર્ચ 2022 સુધીમાં ભારતમાં કોરોના માટે કેટલા સ્વદેશી રસીના નિશુલ્ક ડોઝ અપાયા છે? - 177 કરોડ થી વધુ
- ગુજરાત બજેટ સ્પીચ મુજબ એટલે કે ૩જી માર્ચ 2022 સુધીમાં કોરોના માટે ગુજરાતમાં કેટલા ડોઝ અપાયા છે? - ૧૦ કરોડ થી વધુ
- શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે વર્ષ 2002માં ગુજરાત રાજ્યની ધુરા સંભાળી ત્યારે રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે જીએસડીપી સવા લાખ કરોડ હતું. જે હાલ 20 વર્ષ પછી વર્ષ 2022 માં કેટલું થઈ ચૂક્યું છે? - 20 લાખ કરોડથી વધુ
- આજથી વીસ વર્ષ પહેલાં રાજ્યના નાગરિકોને માથાદીઠ આવક 19,823 રૂપિયા હતી. જે હાલ વર્ષ 2022 માં કેટલી થઈ ગઈ છે? - 2,14,809
- ભારત સરકારના ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત રાજ્યનો કયો ક્રમ છે? - પ્રથમ
- ડિજિટલ સેવા સેતુ ના માધ્યમથી રેશનકાર્ડ આવકના દાખલા એવી કેટલી સેવાઓને ગુજરાત સરકારે ઘર આંગણે પહોંચાડેલ છે? - 280 જેટલી
- સરકારી યોજનાઓનો લાભ લેવા રજુ કરવાના થતા આવક ના દાખલા વહીવટી સરળતા લાવવા પગલાં ભરવામાં આવ્યા છે? - આવકના દાખલાની મર્યાદા ત્રણ વર્ષ સુધી વધારેલી છે તથા સ્ટેમ્પ પેપર ઉપર કરવાના થતા એફિડેવિટ ની જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશનને માન્યતા આપવામાં આવી છે.
- સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટે શું પગલાં લેવામાં આવ્યા છે? - DBT ( ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) અને JAM ( આ અગાઉ પણ એકથી વધુ વખત પરીક્ષા માં પુછાયેલ પ્રશ્ન છે. JAM એટલે જનધન યોજના, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ને જોડવા)
- ગુજરાતમાં દર વર્ષે અંદાજે કેટલી સરકારી સહાયની રકમ DBT થકી સીધી લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે? - રૂ. ૨૦,૦૦૦ કરોડ જેટલી
- ગુજરાતનો કયો જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો બનેલ છે? - ડાંગ
- ગુજરાત બજેટ 2022-23માં ખેડૂતોને ક્યા પાક માટે પણ વ્યાજ સહાય તે માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી? - રવિ અને ઉનાળુ પાક.
- ગુજરાત બજેટ 2022-23માં જાહેર થયેલ નવી યોજના મુજબ ખેડૂતો ની જેમ પશુપાલકો અને માછીમારોને પણ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત મેળવી શકશે. આ માટે ગુજરાત સરકાર દર વર્ષે અંદાજિત કેટલું ધિરાણ કરશે? = 8થી 10 હજાર કરોડ.
- ગુજરાત બજેટ 2022-23માં જાહેર થયેલ નવી યોજના "ગૌમાતા પોષણ યોજના" હેઠળ ગૌશાળા અને પાંજરાપોળ માં નિભાવ અને જાળવણી માટે આગામી વર્ષે કેટલા કરોડની જોગવાઈ કરેલ છે? - 500 કરોડ.
- રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા કેટલાક કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે? - 100 કરોડ
- ગુજરાતના ૭૦ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને પણ સારી સવલતો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે કેવો પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે? - સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ
- school of excellence પ્રોજેક્ટમાં કેટલો ખર્ચ થશે? - દસ હજાર કરોડ
- ગુજરાત સરકારે કોની મદદથી રૂપિયા 10,000 કરોડ જેવી માતબર રકમના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરેલ છે? = વિશ્વ બેંક
- કયો સમય સગર્ભા તેમજ ધાત્રી માતાઓ અને નાના બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વર્ણિમ સમય ગણાય છે? - મહિલાની સગર્ભાવસ્થાથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીનો સમય.
- સગર્ભા અને ધાત્રી માતાઓ માટેની નવી યોજના "સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના" માટે કેટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવશે? - રૂપિયા 4000 કરોડ.
- "સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના" માં શું લાભ અપાશે? - સગર્ભા અને ધાત્રી માતાઓને હજાર દિવસ સુધી વિનામૂલ્યે 1 કિલો તુવેર દાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્યતેલ દર મહિને આપવામાં આવશે.
- દેશના માનનીય વડાપ્રધાન શ્રી નો પીએમ ગતિશક્તિ કાર્યક્રમ શું છે? - આ કાર્યક્રમ હેઠળ દેશ માં આંતરમાળખાકીય (infrastructure)સગવડોને સુદ્રઢ કરવા માટે સો લાખ કરોડના વિવિધ પ્રોજેક્ટો જેવા કે હાઈવે,બંદરો વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. ( ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા એટલે રસ્તા,વીજળી,પાણી જેવી મૂળભૂત સુવિધા, જે માટે ગુજરાતીમાં ઘણી બુક્સ માં આંતર માળખાકીય સુવિધા લખેલ હશે.)
- બજેટ સ્પીચ 2022-23માં નાણામંત્રીએ ગુજરાત રાજ્યની કઈ કઈ આંતરમાળખાકીય સુવિધાઓ દર્શાવી? -
- 1,24,000 કિલોમીટરના રોડ,
- વીજળી માટેનું 17 લાખ કિલોમીટરથી વધુનું ડિસ્ટ્રીબ્યુશન તેમજ 70 હજાર કિલોમીટરનું ટ્રાન્સમીશન નેટવર્ક.
- ગેસ વિતરણ માટે 2700 કિલોમીટરની bulk( એટલે મોટી પાઇપલાઇન હોય તેમાંથી નાની નાની પાઈપલાઈનો શેરીએ શેરીએ પહોંચી શકે) ટ્રાન્સમિશન માટેની પાઇપલાઇનો અને 31 હજાર કિલોમીટરની ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનો
- સરદાર સરોવર પરિયોજના નું 63 હજાર કિલોમીટરનો વિશાળ કેનાલ નેટવર્ક
- પીવાના પાણી માટે ની ત્રણ હજાર કિલોમીટરની bulk pipeline અને એક લાખ વીસ હજાર કિલોમીટરની ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન
- ગુજરાતના સોળસો કીલોમીટર દરીયા કિનારે સરકારે કેટલા બંદરોનો વિકાસ કરેલ છે? - ૪૦ કરતાં વધારે (42)
- દેશના આયાત-નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલામો છે? - 22% ફાળા સાથે ગુજરાત સર્વોચ્ચ સ્થાને છે.
- સોના ચાંદીના ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યાં શરૂ થનાર છે? - ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં
- માલસામાનની સરળતાથી હેરફેર અંગે ના કેન્દ્ર સરકારના કયા ઇન્ડેક્સમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પણ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવેલ છે - લોજિસ્ટિક ઈન્ડેક્સ (LEADS)
- વર્ષ 2020-21માં દેશનું સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ (FDI) ગુજરાતમાં આવેલ હતું. તે કેટલું હતું? - 1,63,000 કરોડ. (જે દેશના કુલ વિદેશી મૂડીરોકાણ (FDI) નું ૩૭ ટકા હતું.)
- ગુજરાતના યુવાનો કૌશલ્ય મેળવી રોજગાર મેળવી શકે તે માટે કઈ યુનિવર્સિટી ની સ્થાપના કરેલ છે? - "કૌશલ્યા - ધી સ્કીલ યુનિવર્સિટી"
- કયા દિવસને માનનીય વડાપ્રધાન શ્રી એ નેશનલ સ્ટાર્ટઅપ ડે જાહેર કરેલ છે? - 16 મી જાન્યુઆરી
- ગુજરાતના યુવાનોના સ્ટાર્ટ અપને મદદ કરવા માટે બજેટમાં કઈ નવી પોલિસીની જાહેરાત થયેલ છે? - સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસી 2.0
- ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણોને વેગ આપવા નવી આઇ.ટી. નીતિની જાહેરાત કરેલ છ.
- બાયોટેકનોલોજી નીતિની જાહેરાત કરેલ છે જેનાથી બીટી એક્સપોર્ટમાં વધારો થશે
- નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત સમગ્ર દેશમાં ક્યાં ક્રમે છે? - પ્રથમ
- બજેટ સ્પીચમાં નાણામંત્રીએ રાજ્યના GDP માં (GSDP માં) આ વર્ષે કેટલા ટકા વૃદ્ધિદરની આશા વ્યક્ત કરી છે? - 13 ટકા
- વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ કેટલા રૂપિયા નું છે? - ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડનું (2,43,965 કરોડ)
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે? - 7737 કરોડ રૂપિયાની
- કઈ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂપિયા 6000 ની સહાય અપાય છે? - પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ગુજરાતના આશરે ૬૧ લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધે સીધા તેમના બેંક ખાતામાં કુલ કેટલા રૂપિયા પ્રાપ્ત થયેલ છે? - દસ હજાર કરોડ.
- ગુજરાત બજેટ 2022-23માં સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? - 213 કરોડ
- પ્રાકૃતિક ખેતી ને વેગ આપવા માટે "ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ"ને કેટલા ની જોગવાઈ કરવામાં આવેલ છે? - સો કરોડ
- ડ્રોન ના ઉપયોગ થી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે - 35 કરોડ
- ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે - 32 કરોડ
- વન્ય પ્રાણીઓ દ્વારા પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગ માં સહાય માટે જોગવાઇ - 20 કરોડ
- ગુજરાત રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ એક કૃષિ સાધન નું નામ - સનેડો
- સનેડો ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈ - રૂપિયા દસ કરોડ
- બજેટમાં ડ્રેગન ફ્રુટનો ઉલ્લેખ 'કમલમ' નામે થયો છે.
- કમલમના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઈ - દસ કરોડ
- મધ ક્રાંતિને વેગ આપવા માટેની જોગવાઈ - દસ કરોડ
- પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઈ - 300 કરોડ
- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ની જોગવાઈ - 500 કરોડ
- રખડતા તેમજ નિરાધાર પશુઓના નિભાવ માટેની જોગવાઈ - 50 કરોડ
- કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ( હેલ્પલાઇન નંબર 1962) માટે જોગવાઈ - આઠ કરોડ
- માછીમારોને મળતાં રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર કેટલા લીટર ડીઝલ નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી? - ૨૦૦૦ લિટર
- સાગરખેડુઓને "હાઈ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજના" માટે જોગવાઈ - ૨૩૦ કરોડનો
- સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટેની જોગવાઈ - ૭૫ કરોડ
- આ બધું મળીને મત્સ્ય વિભાગ માટેની કુલ જોગવાઈ - ૮૮૦ કરોડ
- ખેડૂતોને ખરીફ રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટેની જોગવાઈ - 1250 કરોડ
- જળસંપતિ પ્રભાગ માટેની કુલ જોગવાઈ - 5339 કરોડ
- સરદાર સરોવર યોજના દ્વારા ગુજરાતનાં કેટલા વિસ્તારને સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઈ છે? - 69 લાખ હેક્ટર
- "સૌની યોજના" માટેની જોગવાઈ - 710 કરોડ
- સૌની યોજના : સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, અને ભાવનગર જેવા શહેરોના પાણીના પ્રશ્નો ઉકેલવા માટેની યોજના છે. જેના દ્વારા 53 જળાશયો, 130 તળાવો, અને 800 કરતાં વધુ ચેકડેમમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે 1371 કિલોમીટર લંબાઇના પાઇપલાઇનની કામગીરી થઈ છે તથા 1150 કિલોમીટરની પાઈપલાઈનનું કામ બાકી છે.
- કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના પાણીથી સિંચાઈ સુવિધા ના આયોજન માટેની યોજના - 4369 કરોડ , તથા આ યોજનાના પ્રથમ તબક્કા માટે ફાળવણી - 272 કરોડ
- સાબરમતી નદી પરના હિરપુરા અને વલાસણા બેરેજ માટે ફાળવણી - 35 કરોડ ( કુલ કામ નો ખર્ચ રૂપિયા 200 કરોડ)
- દક્ષિણ ગુજરાતની નદીઓ પરના ચેકડેમો માટે - 94 કરોડ ( કુલ કામ ૫૦૦ કરોડ) દક્ષિણ ગુજરાતની નદીઓ: પાર, નાર, તાર, અંબિકા, દમણ ગંગા.
- "ભાડભૂત બેરેજ યોજના" માટે જોગવાઈ - 1240 કરોડ. ( કુલ ખર્ચ 5322 કરોડ). આ નર્મદા નદી પર મીઠા પાણીનું સરોવર બનાવવાની યોજના છે
- નર્મદા યોજના માટે જોગવાઈ - 6090 કરોડ. નર્મદા યોજના હેઠળ સરદાર સરોવર અને નર્મદા ને લગતી તમામ યોજના આવી જાય છે.
- સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે - 500 કરોડ
- પાણી પુરવઠા પ્રભાગ માટે - 5451 કરોડ
- નલ સે જલ યોજના દ્વારા ગુજરાતના કેટલા ટકા ઘરોમાં નળ જોડાણ ની સિદ્ધિ મળેલ છે? - ૯૩ ટકા થી વધુ
- જલ જીવન મિશન અંતર્ગત "હર ઘર જલ યોજના" દ્વારા દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરં
પાડવા - કેન્દ્ર સરકારના ૨૫૦૦ કરોડ અને રાજ્ય સરકારના ૩૦૪૦ કરોડ સહિત કુલ ૫૫૪૦ કરોડનું આયોજન.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ જોગવાઈ - 12,240 કરોડ
- કિશોરીઓમાં હીમોગ્લોબિન અને આયર્ન તત્વની ઉણપ દૂર કરવા આયર્ન સુક્રોઝના ઈન્જેકશન આપવા માટે - પાંચ કરોડ
- બાળકોને સઘન પોષણ આપવા બાલ અમૃત પોષણ યોજના માટે - 20 કરોડ
- નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા ૯૦ ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે - પાંચ કરોડ
- સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે - 150 કરોડ
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજનામાં રાજ્યના
૮૦ લાખ કરતા વધુ કુટુંબોને ૫ લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આવરી
લેવાયેલ છે. આ યોજના માટે જોગવાઈ - ૧૫૫૬ કરોડ.
- વાપી અને ઊંઝામાં ૧૦૦ બેડની નવી હોસ્પિટલો બનાવવામાં આવશે
- દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે મોટરસાયકલ આધારિત 50 મોબાઇલ હેલ્થ યુનિટ શરૂ કરવા જોગવાઈ - બે કરોડ
- રાજ્યમાં ૩૧ મેડિકલ કોલેજો કાર્યરત છે. જેમાં 5700 એમબીબીએસની અને 2000 પીજીની સીટો ઉપલબ્ધ છે. બોટાદ,જામખંભાળિયા અને વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે
- સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 900 બેડની સુવિધા માટે ૧૫૦ કરોડના આયોજન પૈકી ૨૩ કરોડ ફાળવવામાં આવશે.
- સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. જેના માટે જોગવાઈ - 12 કરોડ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ જોગવાઈ - 4976 કરોડ ( ૪૨ ટકા વધારો)
- સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના માટે - ૮૧૧ કરોડ
- ગંગાસ્વરૂપ બહેનોને સહાય માટે - 917 કરોડ
- પૂર્ણા યોજના માટે - 365 કરોડ. પૂર્ણા યોજના માં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ અપાય છે.
- આદિજાતિ વિસ્તારમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી યોજના "પોષણ સુધા યોજના" - 118 કરોડ
- અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ - 1526 કરોડ. ( 24 ટકા વધારો)
- એનએફએસએ હેઠળ નોંધાયેલા કુટુંબોને તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે પૂરી પાડવામાં આવશે - 225 કરોડ
- એન.એફ.એસ.એ હેઠળ નોંધાયેલા કુટુંબોને દર માસે રૂપિયા એક પ્રતિ કિલોના ભાવે ડબલ ફોર્ટિફાઇડ મીઠું આપવામાં આવશે - 76 કરોડ
- 50 વિકાસશીલ તાલુકામાં આવેલ એન.એફ.એસ.એ લાભાર્થીઓને એક કિલો ચણાનું વિતરણ રૂપિયા 30 પ્રતિ કિલોના ફિક્સ ભાવે કરવામાં આવશે - 50 કરોડ
- શિક્ષણ વિભાગ માટે કુલ 34,884 કરોડ
- મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની
માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટે જોગવાઇ - ૧૧૮૮ કરોડ.
- પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 10,000 નવા ઓરડાઓના નિર્માણ માટે - 937 કરોડ
- 50 "જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ્સ" સામાજિક ભાગીદારી ના ધોરણે શરૂ કરી એક લાખ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ - 90 કરોડ
- રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે જોગવાઈ - ૬૨૯ કરોડ
- નમો ટેબલેટ યોજના અંતર્ગત ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જોગવાઈ - 200 કરોડ
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ૪૭૮૨ કરોડ
- નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત ૬૦ થી ૮૦ વર્ષના લાભાર્થીઓને 750 રૂ અને 80 વર્ષથી ઉપરનાને હજાર રૂપિયા મળે છે તે વધારીને 1000 અને 1250 કરવામાં આવશે. - 977 કરોડ
- રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજનામાં માસિક પેન્શન રૂપિયા 600 થી વધારીને હજાર કરવામાં આવશે - 35 કરોડ
- પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે આપવામાં આવતા રૂપિયા 600ને વધારીને 900 કરવામાં આવશે - 374 કરોડ
- ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માં અપાતા એક લાખને વધારીને અઢી લાખ કરવામાં આવશે - 15 કરોડ
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૨૯૦૯ કરોડની જોગવાઇ
- આદિજાતિ વિસ્તારમાં 500 નવા મોબાઇલ ટાવર - સો કરોડ
- 25 બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ કરવામાં આવશે - 45 કરોડ
- આદિજાતિના છાત્રાલય અને આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને નિભાવ પેટે માસિક 1500 રૂપિયા આપવામાં આવે છે જે હવેથી 2160 આપવામાં આવશે. - 503 કરોડ
- પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 9048 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરવામાં આવશે. - ગામમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરવા માટે
- ગુજરાતના બધા ગામોમાં તબક્કાવાર વિનામૂલ્યે વાઇફાઇની સેવા આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ચાર હજાર ગામોમાં વિનામૂલ્યે વાઇફાઇની સગવડ આપવા માટેની જોગવાઈ - 71 કરોડ
- 2024 સુધીમાં સૌને આવાસના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ચાર લાખ જેટલા નવા આવાસો બનાવવામાં આવશે - 933 કરોડ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 14,297 કરોડ
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ને વર્ષ 2024 સુધીમાં લંબાવવામાં આવેલ છે - 5203 કરોડ
- કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧માં ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે. તથા ટોપ ટેન સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો સુરત, વડોદરા અને અમદાવાદ અનુક્રમે બીજા, આઠમાં અને દસમા ક્રમે આવેલ છે.
- ઓકટ્રોય નાબૂદી વળતરમાં આગામી વર્ષે ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે - 3041 કરોડ
- આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ની વિવિધ નગરપાલિકાઓમાં open gym વાળા ગાર્ડન બનાવવામાં આવશે. - 5 કરોડ
- શહેરી વિસ્તારોને રેલવે ફાટક મુક્ત બનાવવા ના અભિયાન અંતર્ગત ઓવરબ્રિજ બનાવવા માટે - 271 કરોડ
- શહેરમાં રખડતા નિરાધાર ઢોર માટે - 50 કરોડ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 7,030 કરોડની જોગવાઈ
- PM MITRA યોજના હેઠળ નવસારી જિલ્લાના વાસી- બોરસી ખાતે ટેકસટાઇલ પાર્કની સ્થાપના કરવાનું આયોજન
- રાજ્યમાં પાંચ સ્થળોએ એગ્રો ફૂડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન
- રાજ્યમાં પાંચ સી ફૂડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂપિયા 670 કરોડની જોગવાઈ
- ભારત નેટ પ્રોજેક્ટ દ્વારા રાજ્યની 14 હજારથી વધુ ગ્રામ પંચાયતો ઉપરાંત ગામમાં આવેલી શાળા આંગણવાડી અને બીજી સરકારી સંસ્નેથાઓને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક દ્વારા ઈન્ટરનેટથી જોડાણ માટે રૂપિયા 73 કરોડની જોગવાઈ
- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 1837 કરોડ ની જોગવાઈ
- કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ માટે ૪૩ કરોડની જોગવાઈ
- ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટયૂટની સ્થાપના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઈ
- શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજનનો દર રૂપિયા દસથી ઘટાડીને રૂપિયા પાંચ કરવાનો નિર્ણય - ૩૪ કરોડ
- માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ 12,024 કરોડની જોગવાઈ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૃપિયા 1504 કરોડની જોગવાઈ
- એસટી દ્વારા ઝીરો પ્રદૂષણ ધરાવતી 50 ઈલેક્ટ્રીક બસો સાથે બી.એસ.-6 ધોરણની 1200 નવી બસો પ્રજાની સેવા માં મુકવામાં આવશે - 379 કરોડ
- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂપિયા 15568 કરોડની જોગવાઈ
- દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1181 યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે.
- કિસાન સૂર્યોદય યોજના : ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવી - 1400 કરોડ
- ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂપિયા 931 કરોડ
- વર્ષ 2009માં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું
- ત્રણ લાખ ઉપરાંત ઘરોમાં સોલાર રૂફટોપ સ્થાપી 1680 મેગાવોટની ક્ષમતા મેળવી રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવેલ છે
- વધુ સવાલાખ ઘરોને આ યોજના હેઠળ સોલાર રૂફટોપ સ્થાપવા માટે લાભ આપવા જોગવાઈ ૮૨૫ કરોડ
- વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂપિયા 1822 કરોડની જોગવાઈ
- શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ આંતરરાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા મળેલ છે.
- આ પ્રકારે વલસાડની તિથલ બીચ, કચ્છની માંડવી બીચ, પોરબંદરની માધવપુર બીચ, અને ગીર સોમનાથ ની અહમદપુર માંડવી બીચના વિકાસ માટે જોગવાઈ રૂપિયા આઠ કરોડ
- મહેસુલ વિભાગ માટે કુલ રૂપિયા 4394 કરોડની જોગવાઈ
- સ્વામિત્વ યોજના : ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારની મિલકતની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવા
- ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 8325 કરોડની જોગવાઈ
- કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 1740 કરોડની જોગવાઈ
- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ માટે કુલ રૂ 517 કરોડની જોગવાઈ
- શક્તિદૂત યોજના : પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની યોજના
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂપિયા 199 કરોડની જોગવાઈ
===============================================================