ભારતના રસીકરણ અભિયાને વટાવ્યો 100 કરોડનો આંકડો
ભારતના રસીકરણ અભિયાને વટાવ્યો 100 કરોડનો આંકડો
- 21 ઓક્ટોબર 2021ના રોજ ભારતે કોરોના સામેના રસીકરણ અભિયાનમા 100 કરોડનો આક્ડો પાર કર્યો :
- રાષ્ટ્રવ્યાપી રસીકરણનો આરંભ 16 જાન્યુઆરી 2021થી થયો હતો.
- પહેલા ડોઝનુ સો ટકા રસીકરણ પૂર્ણ કરનાર પ્રથમ ત્રણ કોર્પોરેશન હતા : જુનાગઢ, સુરત અને ગાંધીનગર.
- દેશના કુલ રસીકરણમા ગુજરાતનો હિસ્સો 6.8 ટકા હતો.
- વિશ્વમા રસી લેનોરો દર સાતમો નાગરિક ભારતીય છે.
- સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઈન વર્કરોનુ રસીકરણ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતુ.
- કોવીડ-19ના રસીકરણ માટે ભારત સરકાર દ્વારા 3 રસીને મંજૂરી આપવામાં આવી છે : કોવિશિલ્ડ (સિરમ ઇન્સ્ટિટયૂટ), કોવેક્સિન ( ભારત બાયોટેક) અને સ્પુટનિક 3.
- કોરોના રસીનો સંગ્રહ કરવા માટે ગુજરાત રાજ્ય઼માં 2250 સ્ટોર ઉપલબ્ધ છે. આ રસી નો સંગ્રહ 2 અંશ સેલ્સિયસથી લઇને ૮ અંશ સેલ્સિયસ સુધીના તાપમાને કરવામાં આવે છે. રાજ્યના તમામ સ્ટોર પર ઉપલબ્ધ રસી અને નિયત તાપમાનનો ડેટા મેળવવા વર્ષ 2016થી eVin પરિયોજના કાર્યરત છે