Advertisements

ગુજરાતમાં બનશે વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ



 નવેમ્બર 2021ના ગુજરાત પાક્ષિક અંકના પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ



 ગુજરાતમાં બનશે વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ (નવેમ્બર 11, 2019)

  •  ગુજરાત સરકારે ભાવનગર બંદર પર કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ સુવિધાને મંજૂરી આપી દીધી છે. આ વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ હશે. 
  • વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ પૃષ્ઠભૂમિ: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)એ જાન્યુઆરી 2019માં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાવનગર ખાતે આ પોર્ટ ટર્મિનલ સ્થાપવા માટે યુકે સ્થિત ફોરસાઇટ ગ્રુપ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.
  •  ભાવનગર ખાતે હાલનું બંદર ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા સંચાલિત છે. 
  • આ ટર્મિનલ નું નિર્માણ ફોરસાઇટ ગ્રુપ અને મુંબઈ સ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રુપ દ્વારા સંયુક્ત પણે કરવામાં આવશે. 
  •  હાલના ભાવનગર બંદરમાં ત્રણ MMTPA કાર્ગોને સંભાળવાની ક્ષમતા છે, અને નવા ટર્મિનલ્સ એકંદર ક્ષમતા નવ MMTPA સુધી જશે.