ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છના રણ માં બનવા જઈ રહ્યો છે
નવેમ્બર 2021ના ગુજરાત પાક્ષિક અંકના પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ
ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છના રણ માં બનવા જઈ રહ્યો છે : એનટીપીસી
રાજસ્થાનના ભાડલા સોલાર પાર્કની ક્ષમતાકરતાં લગભગ બમણી હશે, જે હાલમાં દેશનો સૌથી મોટો સિંગલ લોકેશન સોલાર પાવર પ્રોજેક્ટ છે.
30-ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા પાર્ક વિશેની વિગતો
- વિશ્વમાં આ પ્રકારનો સૌથી મોટો
- ભારત સરકારનું વિઝન: આ પ્રોજેક્ટ વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાના ભારત સરકારના વિઝનને પાર પાડવા મદદ કરશે.
- પીએમ મોદીનું વિઝન: વર્ષ 2030 સુધીમાં 450 ગીગાવોટ પાવર પેદા કરવાના વડા પ્રધાન મોદીના વિઝનને પૂર્ણ કરવામાં પણ તે મુખ્ય ભૂમિકા ભજવશે.
- કુલ 72, 600 હેક્ટર જમીનમાં ફેલાયેલ : જે માંથી 49,600 હેક્ટર હાઇબ્રિડ પાર્ક ઝોન હશે, જેમાં પવન અને સૂર્ય ઉર્જા દ્વારા અને 24,800 મેગાવોટ પાવર ઉત્પન્ન થશે. બાકીના 23,000 હેક્ટરમાં ફેલાયેલું ફક્ત પવન ઊર્જા ઝોન હશે.
- પ્રોજેક્ટનું સ્થાન: પ્રોજેક્ટ સાઇટ ખાવડા અને વિઘાકોટ ગામ વચ્ચે ભારત-પાક સરહદની નજીક સ્થિત છે.
- હાઇબ્રિડ પાર્ક: તે આંતરરાષ્ટ્રીય સરહદથી 6 કિમી દૂર સ્થિત હશે.
- એક્સક્લુઝિવ વિન્ડ પાર્કઃ તે આંતરરાષ્ટ્રીય સરહદથી 1-6 કિમી દૂર સ્થિત હશે.
- પ્રોજેક્ટની ફાળવણી:
- હાઇબ્રિડ પાર્ક ઝોન:
- (એ) અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (19,000 હેક્ટર; 9,500 મેગાવોટ)
- (બી) સરજન રિયલિટીઝ લિમિટેડ (સુઝલોન, 9,500 હેક્ટેર્સ; 4,750 મેગાવોટ)
- (સી) એનટીપીસી લિમિટેડ (9,500 હેક્ટેર્સ; 4,750 મેગાવોટ)
- (ડી) ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (4,750 હેક્ટર; 2,375 મેગાવોટ)
- (ઈ) ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ (૬,૬૫૦ હેક્ટેર; ૩,૩૨૫ મેગાવોટ).
- કુલ 24800 મેગાવોટ
- એક્સક્લુઝિવ વિન્ડ પાર્ક ઝોનઃ
- સમગ્ર 23,000 હેક્ટર જમીન સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસઇસીઆઇ)ને ફાળવવામાં આવી છે.
- સમય: પ્રોજેક્ટ પૂર્ણ થવાનો અંદાજિત સમય પાંચ વર્ષનો છે.
