ભારત બન્યો ડ્રોનની મદદથી ડિજિટલ લેન્ડ રેકોર્ડ તૈયાર કરનાર પ્રથમ દેશ
ભારત બન્યો ડ્રોનની મદદથી ડિજિટલ લેન્ડ રેકોર્ડ તૈયાર કરનાર પ્રથમ દેશ
- મણિપુર અને તેલંગાણામાં ડ્રોનની મદદથી રસી પહોંચાડવાનુ પરીક્ષણ થઈ ચૂક્યું છે.
- 25મી ઓગષ્ટ 2021 ના રોજ ભારતમા નવી ડ્રોન પોલીસી અમલમા આવી છે.
નવી ડ્રોન પોલીસી 2021
- ગ્રીન ઝોન : 400 ફૂટની ઊંચાઈ સુધી નો વિસ્તાર ગ્રીન ઝોન ગણાશે. તથા એરપોર્ટ થી 8 થી 12 કિમી સુધીના વિસ્તારમા 200 ફૂટની ઊંચાઈ સુધી નો વિસ્તાર green zone ગણાશે. ગ્રીન ઝોનમાં કોઈપણ પ્રકારની પરમિશન ની જરૂર રહેશે નહીં.
- micro drone, નેનો ડ્રોન અને સંશોધનાત્મક સંગઠનો માટે પાયલોટ લાયસન્સની જરૂર રહેશે નહીં
- ભારતમાં રજીસ્ટર થયેલ વિદેશી કંપનીઓને ડ્રોનના ઓપરેશન માટે કોઈ બાધ રહેશે નહિ.
- ડ્રોન અને તેના સ્પેર પાર્ટ્સ ની આયાત નુ નિયમન DGFT દ્વારા થશે.
- રજીસ્ટ્રેશન કરવા માટે કે લાયસન્સ આપવા માટે કોઇ સિક્યુરિટી ક્લિયરન્સ ની જરૂર રહેશે નહીં.
- આ નિયમથી ડ્રોનની વજનની મર્યાદા 300 કિલો થી વધારી અને ૫૦૦ કિલો કરી દેવામાં આવી છે
- આ નિયમથી મહત્તમ દંડની મર્યાદા રૂપિયા એક લાખ રખાઈ છે.