સેવા સેતુનો સાતમો તબક્કો અમદાવાદના મણીપુર થી શરૂ થયો.
સેવા સેતુનો સાતમો તબક્કો અમદાવાદના મણીપુર થી શરૂ થયો.
- શરૂઆત : અમદાવાદના સાણંદ તાલુકાના મણીપુર ગામેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા
- સેવા સેતુ એટલે ગ્રામજનોના ઘર આંગણે જઈને સરકારની બધી યોજનાઓ તથા સેવાઓનો લાભ આપવાનો કાર્યક્રમ.
- સાતમા સેવા સેતુ ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મણીપુર ગામ ના લાભાર્થી મહિલાઓને ગંગાસ્વરૂપા સહાય યોજના તેમજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થી મહિલાઓને ચેક આપ્યા હતા.
- સાતમો સેવા સેતુ ૫ મી જાન્યુઆરી 2022 સુધી ગુજરાત રાજ્યમાં ચાલશે.
- સેવા સેતુ કાર્યક્રમના સાતમા તબક્કા માં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી સેવા સેતુ યોજાશે.
- આ સેવા સેતુ માં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
આ યોજના નો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ૧ લાખ જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG) ની રચના કરી ૧૦ લાખ મહિલાઓને આ ગૃપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે.
આ યોજનાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
(૧) આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
(ર) યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ તથા શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ JLESG ને આવરી લેવામાં આવશે. જેમાં વ્યાજ ની રકમ મહિલા ગૃપના વતી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે.
(૩) આ યોજનાનાં સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ- MFI ને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવનાર છે. (*ફેરફારને આધીન બદલાવ આવી શકે છે)મહિલા જૂથો: ૧ લાખ
મહિલા જૂથના સભ્યો: ૧૦ લાખ
સહાયનું ધોરણ: લાભાર્થી જુથ દીઠ રૂ. ૬૦૦૦/- સુધી વ્યાજ સહાય.
લોન રકમ: જુથ દીઠ રૂ. ૧ લાખ
વ્યાજ: ૧૨ % મુજબ, વાર્ષિક વધુમાં વધુ રૂ. ૬,૦૦૦/-
લોન પરત ચુકવણી: માસિક રૂ. ૧૦૦૦૦/- ના હપ્તા મુજબ વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦/-
જે રકમ પૈકી રૂ. ૧,૦૦,૦૦૦ લોન વસૂલાત અને રૂ. ૨૦,૦૦૦ બચત તરીકે.
સ્ટેમ્પ ડ્યુટીમાં માફી : બેંક લોન માટે જરુરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવનાર છે.
ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના
- અગાઉ આ યોજના " વિધવા સહાય યોજના" ના નામે જાણીતી હતી, 13 ડિસેમ્બર 2019 થી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઓલપાડ વિધાનસભા ની 7000 વિધવા બહેનોને એક જ સ્થળે થી વિધવા સહાય પેન્શન યોજના હુકમો નું વિતરણ કર્યું અને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાયો. તથા આ દિવસથી તેમણે આ યોજનાનું નામ બદલીને "ગંગા સ્વરૂપ બહેનોને સહાયતા યોજના" રાખી દીધું.
- અગાઉના પેન્શન હજાર રૂપિયા મળતું હતું, જ્યારે આ નવી યોજના હેઠળ પેન્શન વધારીને રૂપિયા 1250 કરવામાં આવ્યું છે.
- ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા 48000 અને 67000થી વધારીને 120000 અને 150000 કરવામાં આવી છે.