મહત્વના વન-લાઇનર્સ
નવેમ્બર 2021ના ગુજરાત પાક્ષિક અંકના પરીક્ષાલક્ષી મહત્વના વન-લાઇનર્સ
- દીપાવલી શબ્દ નો અર્થ શું થાય છે? - દીપોની હારમાળા
- કોરોના વિરુદ્ધના રસીકરણ અભિયાન માં ભારત દેશનું કયું રાજ્ય પોતાના તમામ નાગરિકોને રસીકરણ નો પ્રથમ ડોઝ આપવામાં પ્રથમ રહ્યું હતું? - ઉત્તરાખંડ
- નિસ્વાર્થ ભાવે તળાવની સફાઇ કરતા અને 'પોન્ડમેન' નામથી જાણીતા થયેલા સજ્જનનું નામ શું છે અને તેઓ ક્યાંના રહેવાસી છે? રામવીર તવર, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના રહેવાસી.
- પ્રસિદ્ધ રામાયણ મોરારી બાપુ નો આશ્રમ ક્યાં આવેલ છે? તેનું શું નામ છે? - "ચિત્રકૂટધામ", તલગાજરડા
- હીરાપુર બેરેજ કઈ નદી પર અને ક્યાં બનનાર છે? - સાબરમતી નદી પર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હિરપુરા ગામ નજીક બનશે.
- ઓક્ટોબર 2021માં કયા જિલ્લા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 16 એમ્બ્યુલન્સ અને છ ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું? - સુરત.
- ક્યા જીલ્લાને રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કરવાનો સંકલ્પ લીધો છે? - ડાંગ
- પ્રાકૃતિક કૃષિની ચળવળ ઉપાડનાર અને પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર મહાનુભાવ નું નામ - સુભાષ પાલેકર
- ડોક્ટર રમેશ કાપડિયા દ્વારા લિખિત સ્વાસ્થ્યલક્ષી પુસ્તક જેનું વિમોચન રાજ્યપાલશ્રી દ્વારા કરવામાં આવેલ છે તેનું નામ શું? - " હાર્ટ ડિસઓર્ડર"
- "મોહન સે મોહન" નામનું પુસ્તક જેનું વિમોચન માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ હતું તેના લેખક નું નામ શું? - અશોક શર્મા
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પ્રસિદ્ધ સાળંગપુરના કષ્ટભંજન મંદિરમાં ઓક્ટોબર 2021 માં યોજાયેલ પાટોત્સવમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ હાજરી આપેલ. આ કેટલા મો પાટોત્સવ હતો? - 173મો
- ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતની મહિલાઓને સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલ ખાસ ટીમનું નામ શું છે? - 'She' ટીમ
- ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ GCRI ક્યાં આવેલ છે? - અમદાવાદ
- મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક 'સાઈબર સેફ ગર્લ' ના લેખક કોણ છે? - ડો. અનંત પ્રભુજી
- શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ શહેરની પોલીસનીક્રાઈમ બ્રાન્ચના એક જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેનું નામ શું છે? - સાયબર સેફ મિશન.
- ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો? - કાયાવરોહણ
- મહિલાઓના ઉત્થાન અને મહિલા સશક્તિકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ગામે ગામ કઇ યોજના અંતર્ગત સખીમંડળોની રચના કરવામાં આવે છે? - મિશન મંગલમ
- કૌશલાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? - દેશની 14000 આઇટીઆઇમાંથી શ્રેષ્ઠ ઇન્સ્ટ્રક્ટર્સને
- દેશના કેટલા આઇટીઆઇ ઇન્સ્ટ્રક્ટર્સને આ વખતે કૌશલાચાર્ય એવોર્ડ મળ્યા? - 11
- ગુજરાતના કેટલા આઇટીઆઇ ઇન્સ્ટ્રક્ટર્સને આ વખતે કૌશલાચાર્ય એવોર્ડ મળ્યા? - 4
- ક્યાં આઇટીઆઇ ઇન્સ્ટ્રક્ટર્સે આ વર્ષે દેશમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું? - દીપકકુમાર રાઠોડ
- રાજ્યનો કોઇપણ યુવાન જિલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ કરી અભ્યાસલક્ષી રોજગારલક્ષી તથા સરકારી યોજના ની માહિતી મેળવી શકે તે માટે કોલ સેન્ટર દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટનું નામ શું છે? - " રોજગાર સેતુ"
- દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા નોકરી પૂરી પાડવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે છે? - ગુજરાત
- રોજગાર સેતુ પ્રોજેક્ટ ક્યારથી શરૂ કરવામાં આવેલ છે? - જાન્યુઆરી 2021 થી
- રોજગાર સેતુના કોલ સેન્ટરનો નંબર શું છે? - ૬૩-૫૭-૩૯૦-૩૯૦
- MoSPI દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ક્યાં રાજ્યમાં સૌથી ઓછો બેરોજગારી દર છે? - ગુજરાત
- શિક્ષણ વિભાગ માટે રાજ્યના બજેટમાં કેટલી રકમ ફાળવવામાં આવેલ હતી? - ૩૧ હજાર કરોડ
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ "પ્રધાનમંત્રી આયુષમાન સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર" મિશનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો? - ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી
- કઈ તારીખે ખેડા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો? - ૧લી ઓગસ્ટ ૧૯૪૯
- કઈ તારીખે રાજ્યમાં છ નવા જિલ્લા બનાવાયા? - 1 ઓક્ટોબર 1997
- કઈ તારીખે રાજ્યમાં વધુ સાત નવા જિલ્લા અને ૨૩ તાલુકાઓ કાર્યરત કરાયા? - 15મી ઓગસ્ટ 2013
- કઈ તારીખથી રાજ્યમાં ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી? - 20 નવેમ્બર 2019
- વાહન વ્યવહાર સંબંધિત SARTHI અને VAHAN પોર્ટલ કોના દ્વારા સંચાલિત કરાય છે? - NIC
- રાજ્યની તમામ આરટીઓને ફેસલેસ અને પેપરલેસ બનાવવા વાહન પોર્ટલનું ક્યુ અધ્યતન વર્ઝન આવ્યું છે? - VAHAN 4.0