Advertisements

PCV નો સાર્વત્રિક રસીકરણ માં સમાવેશ.

PCV  (pneumococcal conjugate vaccine) નો સાર્વત્રિક રસીકરણ માં સમાવેશ. 

ન્યુમોકોકલ કોંજયુગેટેડ વેક્સિનનો સાર્વત્રિક રસીકરણ અભિયાન માં સમાવેશ  

  •  સાર્વત્રિક રસીકરણ એટલે શું? :  કોઈપણ બાળક કે વ્યક્તિ છૂટી ન જાય તે રીતે તમામને સરકાર દ્વારા મફતમાં આપવામાં  આવતું  રસીકરણ એટલે સાર્વત્રિક રસીકરણ.
  •   અત્યાર સુધી ટીબી, પોલિયો,  ડીપ્થેરિયા, હિપેટાઇટીસ બી, ટીટેનસ, મીસેલસ, રૂબેલા અને રોટા વાયરસ. હવે આમાં સૌથી મોંઘી એવી ન્યુમોકોકલ કોઞ્જ્યુગેટેડ વેક્સિનનો પણ સમાવેશ થશે.
  • PCVનો આરંભ :  માનનીય મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા  છોટાઉદેપુર  જિલ્લાના અલ્હાદપુરા ખાતેથી 
  •   દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે
  •   બાળકને જન્મ ના છ અઠવાડિયે આ  વેક્સિનનો પહેલો  ડોઝ, ચૌદ અઠવાડિયે બીજો ડોઝ, અને નવ મહિના બાદ ત્રીજો બુસ્ટર ડોઝ વેક્સીન આપવામાં આવશે.
  •   લક્ષણો :  ન્યુમોકોકલ (pneumococcal) ન્યુમોનિયા  શ્વાસોશ્વાસ ને લગતો રોગ છે,  જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે.  ઉધરસ,  છાતી અંદર   ખેંચાવું,  શ્વાસ લેવામાં તકલીફ,   તીવ્ર શ્વાસ અને  ગળામાં સસણી બોલવી.
  •   ન્યુમોનિયાના શિકાર મોટેભાગે નાના બાળકો બને છે.